
સાણંદમાં રહેણાંક વિસ્તારના રસ્તા પર સાણંદ GIDCની ખાનગી કંપનીની બસો ગેરકાયદેસર ઉભી રાખી અડચણરૂપ થવા બાબતે જાગૃત નાગરિકોએ આવેદનપત્ર પાઠવ્યું
સાણંદ નગરપાલિકાના હદ વિસ્તારમાં આવેલ સાણંદ હજારી મંદિર આગળ GIDC માંથી આવતી ખાનગી લક્ઝરી બસો વિવિધ કંપનીમા કામ કરતા કર્મચારીઓને લાવવા લઈ જવા માટે લક્ઝરી બસોનો ઉપયોગ કરે છે પરંતુ છેલ્લા ઘણા સમયથી સાણંદ શહેરમાં ટ્રાફિકનો બહુ મોટો પ્રશ્ન અને સમસ્યા છે જે બાબતે અગાઉ પણ રજુઆતો થયેલ છે પરંતુ હજારી મંદિર આગળ ત્રણ રસ્તા પડે છે.જ્યા ફ્લેટો,ટેનામેન્ટ,શાળાઓ,પૌરાણીક મંદિરમા શ્રાદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે તેમજ જુની સોસાયટીઓ આવેલ છે જેથી ત્યા રહેતા હજારો લોકો રોજના ચાલતા તેમજ વાહનો મારફત હાઈવે પર અવર-જવર કરે છે.પરંતુ આ લક્ઝરી બસોના ડ્રાઈવરો જાણી જોઈ સર્કીટ હાઊસથી હજારી મંદિરના રસ્તા ઉપર પ્રાઈવેટ કંપનીના સ્ટાફને લેવા માટે પ્રાઈવેટ બસ સ્ટેન્ડ બનાવી દીધેલ છે અને આખો દિવસ દરમ્યાન અલગ અલગ પાળીઓમાં (સીપ) નોકરી જતા લોકોને લેવા માટે હજારી મંદિરથી ખોડિયાર મંદિર તરફ જતા રસ્તાને બ્લોક કરી અવર જવર કરતા લોકો તેમજ વાહનોને અડચણ રૂપ થાય તે રીતે પ્રાઈવેટ કંપનીની લક્ઝરી બસો ઉભી રાખે છે.જેથી હજારી મંદિરથી હાઇવે તરફ જતા વાહનો તથા લોકોને રોડ ઉપર કોણ આવે છે અને કયુ વાહન આવે છે તે દેખાતુ ના હોવાથી ગંભીર અને મોટા અકસ્માતો થવાની શક્યતાઓ રહેલી છે અગાઉ પણ જાહેર રજુઆતો થયેલી છે હજારી મંદિર સિવાય ગઢીયા ચાર રસ્તા,મુખ્ય સાણંદ બસ સ્ટેન્ડ વિસ્તારમા પણ આ લક્ઝરી બસો ગેરકાયદેસર હાઈવે પર ઉભી રાખી અડચણ કરતા હોય એ બાબતે રજુઆતો થયેલ હોવા છતા હાલમા આ તમામ વિસ્તારોમા કોઈ રજુઆતો બાબતે કાર્યવાહી થયેલ નથી.આમ પ્રાઈવેટ કંપનીની લક્ઝરી બસોનુ કાયદેસરનુ સ્ટોપેજ ન આપેલ હોવા છતા ગેર કાયદેસર રીતે બસો ઉભી રાખી અડચણ અને ટ્રાફિક કરતા હોય તેવો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે વિનંતી કરવામાં આવી છે.