
સાણંદ તાલુકાની સોયલા પ્રાથમિક શાળામાં 76માં પ્રજાસત્તાક દિનની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી.
જેમાં ગામની વધુ ભણેલી દીકરી કિંજલબેન દિનેશભાઈ કો.પટેલના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું.
શાળાના કુલ 280 વિદ્યાર્થીઓએ ભક્તિ ગીત, દેશભક્તિ ગીત,ગરબો,અભિનય ગીત,ડાન્સ,પિરામિડના કરતબ જેવા વિવિધ 13 સાંસ્કૃતિક કાર્યક્રમમાં રજૂ કર્યા હતા.
સોયલા ગ્રામજનો દ્વારા કુલ 1,51,700 રૂપિયાનો ફાળો આપી બાળકોના કાર્યક્રમને પ્રોત્સાહિત કર્યા.
સરપંચ નીતાબેન કિરણભાઈ વાઘેલાએ સાણંદ તાલુકાના ધો.૧૨ કોમર્સમાં પ્રથમ આવનાર કિંજલબેનને શિલ્ડ,પ્રમાણપત્ર અને ૧૧૦૦૦ રૂપિયા રોકડા આપી સન્માન કર્યું.
તેમજ જિલ્લા કક્ષાની વાર્તા હરીફાઈમાં શિલ્પાબેન દિનેશભાઈ નો પ્રથમ નબર આવતા તેનું પણ પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.
શાળાના દરેક કાર્યક્રમમાં મંડપ અને ડેકોરેશનની સેવા આપનાર હસમુખભાઈ, ડીજે ની સેવા આપનાર વિનોદભાઈ તેમજ વિડિયોગ્રાફિની સેવા આપનાર નરેશભાઈ અને ભરતભાઈને શાલ ઓઢાડી શાળા પરિવાર વતી તેમનો આભાર માનવામાં આવ્યો હતો.
સમગ્ર કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, ગ્રામજનો અને શિક્ષકો દેશભક્તિના રંગમાં રંગાઈ ગયા હતા.