
કલા મહાકુંભમાં 7 કૃતિમાં
નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલનો ડંકો….
સાણંદ, કાણેટી રોડ પર આવેલ નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલના બાળકો 11, જાન્યુઆરીના રોજ જેતલપૂર મૂકામે કલા મહાકુંભની જિલ્લાકક્ષાની સ્પર્ધામાં ભાગ લઇ 7 કૃતિમાં પ્રથમ નંબરે વિજેતા બની સાણંદનું ગૌરવ વધારેલ છે. જેમાં 6 થી 14 વર્ષનું વયજૂથ અને 15 થી 20 વર્ષના વયજૂથમાં લગ્નગીતમાં પ્રેક્ષા ચૌહાણ અને દ્રષ્ટીબા વાઘેલા પ્રથમ, ચિત્રકલા સ્પર્ધામાં હેનલ ચૌહાણ પ્રથમ, સમૂહગીતમાં પ્રથમ (6 થી 14) ગરબામાં પ્રથમ, સમૂહગીતમાં હેતા પટેલ પ્રથમ તેમજ સમૂહગીતમાં પ્રથમ (15 થી 20) તમામ બાળકો જિલ્લાકક્ષાએ વિજેતા બની હવે તે ઝોન કક્ષાએ ભાગ લેવા જશે. શાળાના પ્રમુખ સાગરસિંહ વાઘેલા તેમજ પ્રધાનાચાર્ય ડૉ.મનીષ દેત્રોજાએ કલા સાધક ઇન્દ્રજીતસિંહ અને ધ્રુપદસિંહ તથા તમામ બાળકોને અભિનંદન પાઠવ્યા હતાં.