
સાણંદમાં ૨૦૦ થી વધારે યુવાનોએ કેસરિયો ધારણ કર્યો,,,,,,,,,,,સાણંદ માં બાવળા રોડ ઉપર આવેલ વોર્ડ,૬ માં સમાવિષ્ટ વિસ્તારો જેવા કે ,,,સાકાર સ્પર્શ,ગણેશપાર્ક,,હરિનગર,અતિથિ બંગલો,વિગેરે જુદી જુદી સોસાયટીઓ ના ૨૦૦ થી વધુ યુવાનોએ સાણંદના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કનુભાઈ પટેલ ના હસ્તે ભાજપ નો કેસરિયો ખેસ ધારણ કર્યો અને આગામી નગરપાલિકા ની ચુંટણી માં ભાજપ દ્વારા જે કોઈ ઉમેદવાર મુકવામાં આવશે તેને સૌ પ્રેમથી સ્વીકારી અને જીતાડવાની ખાતરી આપેલ,, આ પ્રસંગે જીગનેશસિંગ,જયેન્દ્રસિંહ,કનુભાઈ,,;મુકેશભાઈ,હર્શિલભાઈ,ગૌરવભાઈ વિગેરે આગેવાન કાર્યકર્તાઓ ની હાજરીમાં ૨૦૦ થી વધારે યુવાનો નું શ્રી કનુભાઈએ આવકારી અને ભાજપ ના પ્રવાહમાં જોડાવવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ આપેલ, આ પ્રસંગે ખૂબ મોટી સંખ્યા માં ચારેય સોસાય ટીમાંથી લોકો હાજર રહેલ, આ પ્રસંગે સાણંદ શહેર ભાજપ પ્રમુખ વિરેન્દ્રસિંહ,કમલેશ વ્યાસ, નીલકંઠસિહ,તેમજ નરેન્દ્રસિંહ ખાસ ઉપસ્થિત રહેલ,