
ખેલે સાણંદ સીઝન-૨ વોલીબોલ શુટીંગની કવાર્ટર ફાઇનલ અને સેમી ફાઇનલ મેચ યોજાઇ
માણકોલ અને દદુકા ફાયનલ રમશે
વિજયી ભારત ફાઉન્ડેશન દ્વારા સાણંદ તાલુકામાં રમતગમતને પ્રોત્સાહન આપવા માટે સ્પોર્ટસ લીગની શરૂઆત કરવામાં આવેલ છે. જે અંતર્ગત ઓપન વયજૂથ ભાઇઓની શુટીંગ વોલીબોલની ૮ ટીમો દદુકા, શીયાવાડા, ઝોલાપુર, ચરલ, મોટી દેવતી, કુંડલ, ઉપરદળ અને માણકોલ ટીમો વચ્ચે ક્વાર્ટર ફાઇનલ મેચો રમાઈ. તેમજ કવાર્ટર ફાયનલમાં વિજેતા ટિમો મોટી દેવતી અને માણકોલ તથા દદુકા અને ચરલ વચ્ચે સેમી ફાઇનલ મેચો તા.ર૭/૦૧/રપ ના રોજ દદુકા ખાતે રમાયેલ. જેમાં પ્રથમ મેચમાં માણકોલ અને બીજી મેચમાં દદુકાની ટીમ વિજેતા થતા હવે ખેલે સાણંદ સ્પોર્ટસ લીગ સીઝન-ર ની શુટીંગ વોલીબોલ રમતની ફાઇનલ મેચ રમશે.