સાણંદ ટપાલ ચોક ખાતે 34મો ગામાત ધ્વજવંદન તથા ભારતમાતા પૂજન કાર્યક્રમ યોજાયો.
26 જાન્યુઆરીના રોજ સતત 34 માં વર્ષે ભારતમાતા મંદિર સાણંદ દ્વારા આયોજિત ગામાત ધ્વજવંદન તથા ભારતમાતા પૂજન કાર્યક્રમમાં રાષ્ટ્રપ્રેમી એવા સાણંદના નાગરિકો રાષ્ટ્રધ્વજને માન-સન્માન સાથે સલામી આપી રાષ્ટ્રધર્મ બજાવ્યો હતો.
આ કાર્યક્રમમાં કનુભા એ.રાણા(પ્રમુખ,સાણંદ તાલુકા પેન્સનર મંડળ)ના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
સાથે દશરથભાઈ એસ.પટેલ(પ્રમુખ,ભારતમાતા
મંદિર, સાણંદ),જગદીશભાઈ બ્રહ્મભટ્ટ મહામંત્રી, સાણંદ તાલુકા પેન્સનર મંડળ સહિત સ્થાનિક અગ્રણીઓ અને સમાજશ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે કન્યાશાળાની બાળાઓએ સુંદર દેશભક્તિ
ગીતની પ્રસ્તુતિ કરી હતી. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ઉપસ્થિત 97 વર્ષીય સ્વાતંત્ર્ય સેનાની દશરથભાઈ સોમનાથ પટેલ (દશુકાકા)એ સભાજનોને અને બાળકોને જણાવ્યું હતું કે વીર શહીદોને યાદ કરો જેમણે પોતાના પ્રાણ ન્યોછવાર કરીને દેશને આઝાદ કર્યો છે તેઓએ ઉમેર્યું હતું કે અમે તો દેશને આઝાદ કરવામાં અમે ભૂમિકા ભજવી, હવે તમારે આબાદ કરવાનો છે.
પેંશનર મંડળ પ્રમુખ કનુભા રાણા તેમજ જગદીશભાઈ બ્રહ્મભટ્ટે પ્રાસંગીક ઉદબોધન કર્યું હતું. કાર્યક્રમનું ભવ્ય આયોજન ધનશ્યામભાઈ બોપલવાળા અને ભારતમાતા મંદિર ટિમના શૈલેષભાઇ સોમૈયા, નીરવભાઈ પટેલ જયેશભાઈ કંસારા સહિતના કાર્યકરોએ કર્યું હતું.