
ધોરજી શહેર ના યુવા સામાજિક કાર્યકર્તા ભરત ભાઇ મૂછડીયા યે 65 ની વખત રક્ત દાન કરેલ.
ધોરાજી શહેર ના યુવા સામાજિક કાર્યકર ભરત ભાઇ મૂછડિયા યે આજ તારીખ 23/1/2024 ના રોજ જુનાગઢ ખાતે હોસ્પીટલ માં ખબર પૂછવા ગયેલ ત્યાં બાજુમાં એક દર્દી જેઓને તાત્કાલિક લોહી ની જરૂર હતી ત્યાં તરતજ ભરત ભાઇ યે તેની સાથે જઈને બ્લડ પૂરું પડેલ અને આજે ભરત ભાઇ મુછડિયા યે 65 વખત લોહી નું દાન કરી માનવતા ની એક મિશાલ પૂરી પાડી છે ભરત ભાઇ નાની 18 વર્ષ ની ઉંમર થીજ બ્લડ ડોનેશન કરે છે અને કોઈ પણ જરૂરિયા લોકો ને બહાર જેમકે અમદાવાદ વગેરે વિસ્તારો માં કોન્ટેક્ટ કરી લોહી ની મદદ કરે છે તેમજ તેઓ શિક્ષણ માટે કાર્ય કરે છે અને તેઓ પોતાની એક સમ્યક પુસ્તકાલય પણ ધોરાજી ચલાવે છે તેમજ વ્યસન મૂકતી અભિયાન અને અંધશ્રદ્ધા નાબૂદી અભિયાન મહિલા અને બાળકો માટે શિક્ષણ અને કાયદાકીય મદદ અને આદિવાસી સમાજ અને પીડિત લોકો માટે હર હંમેશ કાર્યરત રહે છે તેઓ પી જી વી સી એલ માં જોબ પણ કરે છે અને તેઓ તેમના યુનિયન ના જોઈન્ટ સેક્રેટરી જનરલ ના હોદ્દેદાર પણ છે અને સામાજિક કાર્યો માં હર હંમેશ અગ્રેસર કામગીરી તેના જીવન કાળ દરમિયાન કરતા રહે છે