નેશનલ રોડ ઓથોરિટી વાકે લોકો ટ્રાફિક જામ થી પરેશાન

સનાથલ સર્કલ પાસે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય રહી છે અગાઉ મોરૈયા બ્રિજ પાસે આ જ પરિસ્થિતિ હતી નેશનલ હાઈવે ઓથોરિટી જ્યારે બ્રિજનું કામ ચાલુ કરે છે ત્યારે પહેલા સર્વિસ રોડનું કામ કરતા નથી અને ડાયરેક્ટ બ્રિજ નું કામ ચાલુ કરી દેવામાં આવે છે જેના કારણે સર્વિસ રોડ એકદમ તૂટી ગયેલો ભંગાર હાલતમાં હોય છે વાહનો ઝડપથી નીકળી શકતા નથી જેના કારણે દરરોજ સનાથલ સર્કલ પર ટ્રાફિક જામ થઈ જાય છે અગાઉ મોરૈયા બ્રિજમાં પણ આ જ પરિસ્થિતિ સર્જાઈ હતી છતાં પણ અગાઉ મોરૈયા માથી બોધપાઠ લીધો નહીં અને સર્વિસ રોડ બનાવ્યા વગર કામ ચાલુ કરી દેવામાં આવેલ છે જ્યારે ઓડા દ્વારા જ્યારે બ્રિજનું કામ ચાલુ કરવામાં આવે છે ત્યારે પહેલા બંને સાઈડ પાકા આરસીસીના સર્વિસ રોડ બનાવી દેવામાં આવે છે જેના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાતી નથી નેશનલ રોડ હાઇવે ઓથોરિટી ઓડામાંથી બોધપાઠ લઈ બ્રિજનું કામ ચાલુ કરતા પહેલા સર્વિસ રોડ સારી કન્ડિશનમાં આરસીસીના બનાવી દેવા જોઈએ જેથી કરીને ટ્રાફિકની સમસ્યા સર્જાય નહીં અને ટ્રાફિક શું વ્યવસ્થિત ચાલી શકે અને આમ પબ્લિક હેરાનગતિથી બચી શકે
જેથી સનાથલ સર્કલ નજીક ચાંગોદર મોરૈયા ખાતે મોટા પાયે ઔદ્યોગિક એકમો આવેલા છે જેના પરિણામે પીક અવર્સના ટાઈમમાં ભારે ટ્રાફિક સમસ્યા સર્જાય છે અને આ ટ્રાફિક સમસ્યા સર્જાવાનું મુખ્ય કારણ સર્વિસ રોડ નહીં બનવાના કારણે છે