
વોડાફોન આઈડિયા ફાઉન્ડેશન દ્વારા ડિઝાઇન કરાયેલ મોઈની ફાઉન્ડેશન દ્વારા અમલમાં મુકાયેલ VOIS ના ઈ-વિદ્યા પ્રોગ્રામ CSR પહેલ હેઠળ ખીચા સી.એલ .સી અને જીવણપુરા સી.એલ.સી દ્વારા પતંગઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ જાતે કાગળની પતંગો બનાવી હતી. અને બાળકો દ્વારા પતંગ ચગાવવામાં આવી હતી અને નાસ્તો પણ કરવામાં આવ્યો હતો. પતંગ ઉત્સવમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.