સાણંદની નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા બે દિવસીય અનુભૂતિ (વિજ્ઞાન પ્રદર્શન) કાર્યક્રમ યોજાશે.

સાણંદની નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા બે દિવસીય અનુભૂતિ (વિજ્ઞાન પ્રદર્શન) કાર્યક્રમ યોજાશે.
કાણેટી રોડ પર આવેલ નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલમાં 11-12 જાન્યુઆરી, સવારે 9 થી 5 વાગ્યા દરમ્યાન વિદ્યાર્થીઓએ તૈયાર કરેલ શોધખોળની પ્રસ્તુતિ એટલે ‘અનુભૂતિ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અનુભૂતિમાં શાળાના બાળકો ‘विज्ञान से विकसित भारत’ વિષય પર પ્રોજેક્ટ વર્ક પ્રદર્શન કરશે. જેમાં મુખ્ય મહેમાન શ્રી નરોતમ સાહુ (સભ્ય સચિવ ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ ટેકનોલોજી, ગુજરાત સરકાર) શ્રી જીગીશ પટેલ (વરિષ્ઠ વૈજ્ઞાનિક, ઈસરો) તથા ડૉ.સી.એમ નાગરાણી (વરિષ્ઠ વૈજ્ઞાનિક, ઈસરો) શ્રી કમલેશભાઈ ઉદાસી (પૂર્વ પ્રોજેક્ટ ડાયરેક્ટર, ઈસરો અમદાવાદ) ના હસ્તે પ્રોજેક્ટ વર્ક પ્રદર્શન ખુલ્લું મુકાશે. શાળાના પ્રધાનાચાર્ય ડૉ. મનીષ દેત્રોજાએ વિદ્યાર્થીઓની વિજ્ઞાન પ્રત્યેની જીજ્ઞાશા, શક્તિ તથા વૈજ્ઞાનિક દૃષ્ટિકોણને વધુ દૃઢ બનાવવા અનુભૂતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. સંસ્થાના પ્રમુખ સાગરસિંહ વાઘેલાએ જણાવ્યું છે કે અનુભૂતિ (વિજ્ઞાન પ્રદર્શન) નિહાળવા સમગ્ર સાણંદનગર નિવાસીઓને હાર્દિક આમંત્રણ છે.