ગુજરાતગુજરાત

ધોરાજી શહેર ખાતે આશરે ૦૧ કરોડ ૩૨ લાખની સરકારી જમીન પરથી ગેરકાયદેસર દબાણ દૂર કરાયું

ધોરાજી શહેર ખાતે આશરે ૦૧ કરોડ ૩૨ લાખની સરકારી જમીન પરથી ગેરકાયદેસર દબાણ દૂર કરાયું

  1. રાજકોટ તા. ૦૩ જાન્યુઆરી -* કલેકટરશ્રી પ્રભવ જોશીના માર્ગદર્શન મુજબ ધોરાજી નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા ત્રણ દરવાજા પોલીસ ચોકીથી નાગરિક બેંક તરફ જતા રસ્તા ઉપરની આશરે કુલ-૨૦ આસામીઓ દ્વારા જાહેર જગ્યા પર ગેરકાયદેસર રેકડીઓ રાખી આશરે ૩૦૦ ચો.વાર જગ્યામાં કરેલ દબાણ હટાવવામાં આવ્યું હતું. આ જમીનની અંદાજીત કિંમત રૂ.૪૨,૦૦,૦૦૦/- લાખ છે
    તદુપરાંત, પોસ્ટ ઓફિસ ચોકથી જુના ઉપલેટા રોડ તરફ જતા ફૂટપાથ પર કુલ-૨૦ આસામીઓ દ્વારા જાહેર જગ્યા પર ગેરકાયદેસર રેકડીઓ રાખી આશરે ૬૦૦ ચો.વાર જગ્યામાં દબાણ કરેલ હતું.જે જમીનની અંદાજીત કિંમત રૂ.૯૦,૦૦,૦૦૦/- મળી કુલ ૯૦૦ ચો.વાર જગ્યા પરના આશરે રૂ.૧,૩૨,૦૦,૦૦૦/-ના ગેરકાયદેસરનાં દબાણો અધિકારીશ્રી નાગાજણ એમ.તરખાલા, ધોરાજી મામલતદારશ્રી બી.વી.ગોંડલિયા, ચીફ ઓફિસરશ્રી જયમલ મોઢવાડિયા, જુનિયર નગર નિયોજકશ્રી સંજયભાઇ બગડા તથા મ્યુનિસિલ ઇજનેરશ્રી નિલેશ ભેડા દ્વારા દબાણ દુર કરવામાં આવ્યા હતા તેમજ આગામી સમયમાં ધોરાજી નગરપાલિકા હદ વિસ્તારમાં અન્ય જાહેર રસ્તાઓ પરના દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે તેમ યાદી દ્વારા જણાવાયું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!