
સાણંદમાં ઠક્કરબાપા છાત્રાલયથી ગુજરાત હાઉસિંગ બોર્ડ સુધી પેવર બ્લોક નાખવા માંગ કરાઈ
સાણંદ શહેરને સેટેલાઈટ સીટી તરીકે જાણીતું છે અને સાણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ,ગટર અને પેવર બ્લોક નાખવાની કામગીરી ચાલુ છે તો નળ સરોવર ચોકડીથી ગુજરાત હાઉસિંગ બોર્ડના રોડ સુધી બન્ને બાજુ પેવર બ્લોક લગાવવામાં આવે તો ગંદકી દૂર થશે અને શહેરની સુંદરતામાં વધારો થશે
જેથી સાણંદના જાગૃત રહીશોએ લેખિતમાં રજુઆત કરી માંગણી કરી છે કે સત્વરે પેવર બ્લોક નાખવાની કામગીરી શરૂ કરી ગંદકી દુર કરવા યોગ્ય પગલાં ભરવામાં આવે.