
અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના મોરૈયા મુકામે આજરોજ 26 મી જાન્યુઆરી ના પાવન પર્વ નિમિત્તે મોરૈયા ગામની પ્રાથમિક શાળા ખાતે રાષ્ટ્રધ્વજ નો કાર્યક્રમ યોજાયો આ પાવન પર્વના નિમિત્તે મોરૈયા ગામના આગેવાનો સ્કૂલના ટીચરગણ અને બાળકો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા મોરૈયા ગામના સ્કૂલના આચાર્ય યોગેશભાઈ તથા શિક્ષકો મોરૈયા ગામ ના તલાટી શ્રી સરપંચશ્રી તેમજ ગામના મહા અનુભવો હાજર રહ્યા હતા
મોરૈયા પ્રાથમિક શાળા ને રાષ્ટ્પતિ સ્વસ્થા એર્વોડ મળવા બદલ તલાટી શ્રી સરપંચશ્રી અને ગ્રામ પંચાયત નાં તમામ સભ્યો નો આભાર માનતા સરપંચ શ્રી ને સાલ ઓઢાડી સન્માનીત કર્યાં
આ પર્વને બાળકોએ ખૂબ સન્માન થી ઉજવ્યો હતો કાર્યક્રમમાં બાળકોએ રાષ્ટ્રગીત સાથે ધ્વજ વંદન કર્યું હતું બાળકોએ સન્માન ગીત સાથે 26 મી જાન્યુઆરી કેમ મનાવવામાં આવે છે તે વિશે વાત કરી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો
બાળકોને મોઢા મીઠા કરાવ્યા હતા આ કાર્યક્રમમાં ગામના મોટા પ્રમાણમાં લોકોએ આવી આ પર્વને સન્માન આપ્યું હતું.