
- સાણંદ નગરપાલિકાના ફાયર વિભાગ અને 108 ની ટિમ દ્વારા મોકડ્રિલ યોજવામાં આવી
સાણંદ નગરપાલિકાના ફાયર વિભાગ અને 108 ટીમ દ્વારા ડી માર્ટ ખાતે મોકડ્રિલ યોજી હતી.
જેમાં લોકોએ આકસ્મિક સંજોગોમાં તકેદારી રાખીને ફાયર સેફટીના ટૂલ્સનો કેવી રીતે ઉપયોગ કરવો તેની સમજણ આપવામાં આવી.
આગ,પુર,ભુકંપ જેવી આપત્તિના સમયે કેવી રીતે સાધનોનો ઉપયોગ કરીને પોતાનો અને અન્ય લોકોનો જીવ કેવી રીતે બચાવી શકાય તેની માહિતી આપવામાં આવી હતી.
જેમાં સાણંદ નગરપાલિકાના ફાયર ઓફિસર વિકાસ રાજગોર,ફાયર કર્મીઓ કમલ નાયી,ધવલ પટેલ,સુરેશ સોલંકી પંકજ માંઝી સાથે 108 ટિમના કર્મીઓએ મોકડ્રિલનું આયોજન કર્યું હતું.