
નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધો-10 ના
વિદ્યાર્થીઓની પ્રી બોર્ડ પરીક્ષા યોજાઈ…
સાણંદ, કાણેટી રોડ પર આવેલ નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના આયોજન અને સૂચના મુજબ S.S.Cની પ્રી બોર્ડ પરીક્ષા યોજાઈ. જેમાં S.S.C બોર્ડના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા પદ્ધતિ મુજબ બાળકોને હોલટિકીટ આપવામાં આવી હતી, અને 18 જાન્યુઆરીના રોજ સામજિક વિજ્ઞાનની પરીક્ષા યોજાઈ હતી. શાળાના પ્રધાનાચાર્ય ડૉ.,મનીષ દેત્રોજાએ જણાવ્યું હતું કે અમદાવાદ ગ્રામ્ય ડીઇઓ દ્વારા પ્રી બોર્ડ પરીક્ષાના આયોજન થી બાળકો પરીક્ષા પદ્ધતિની સમજ મેળવે, પૂર્વાનુભૂતિ થાય અને માનસિક તણાવ ઘટે અને ભયમુક્ત રીતે બોર્ડની પરીક્ષા સ્વસ્થ મને આપી શકે તે હેતુથી સુંદર આયોજન હાથ ધરવામાં આવેલ હતું. શાળાના પ્રમુખ સાગરસિંહ વાઘેલાએ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનો બાળકોના પ્રી બોર્ડ પરીક્ષાના આયોજન બદલ આભાર વ્યક્ત કર્યા હતો.