દેશ
આમ આદમી પાર્ટી ધોરાજી શહેર દ્વારા ચીફ ઓફિસર ને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ

ધોરાજી શહેર ના વોર્ડ નંબર ૫ માં રંગાળી મોહલ્લાહ પાસે આર સી સી રોડ તેમજ ભારે વરસાદ ના કારણે ડામર રોડ ધોવાઈ જતા રીફેનસિંગ કરાવવા રજુઆત કરાઈ છે તેમજ સરકાર શ્રી ના પરિપત્ર મુજબ જન્મ પ્રમાણ પત્ર મા ઉર્ફે નામ ની નોંધ બાબતે સરકાર શ્રી ના પરીપત્ર નું લાભ ધોરાજી શહેર ના નાગરિકો લાભ મળે તે માટે રજુઆત કરી હતી. આ તકે આમ આદમી પાર્ટી ના રાજકોટ જીલ્લા લઘુમતી ના પ્રમુખ સલીમભાઈ મુગલ, આપ ના એહસાનભાઈ સંધી તેમજ રંગારી મહોલ્લા ના રહેવાસી ઓ હાજર રહી આવેદન પત્ર પાઠવી ધારદાર રજૂઆત કરી હતી.