ગુજરાત

અહીં થઇ દેશની સૌથી મોંઘી ડીલ, એક પેન્ટહાઉસ 190 કરોડમાં વેચાયુ, કોણે ખરીદ્યું ને શું છે ફેસિલીટી ?

DLF Camellias:આ 6 BHK પેન્ટહાઉસનો બિલ્ટ-અપ એરિયા 11 હજારથી 16 હજાર 500 ચોરસ ફૂટ સુધીનો છે

DLF Camellias: દેશના ઘણા ભાગોમાં લક્ઝરી પેન્ટહાઉસ બનાવવામાં આવી રહ્યાં છે, જે ઊંચા ભાવે વેચાઈ રહ્યા છે. આ ક્રમમાં આજે અમે તમને એક એવા પેન્ટહાઉસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેની કિંમતે રિયલ એસ્ટેટ સેક્ટરમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. અહીં અમે વાત કરી રહ્યા છીએ ગુડગાંવની DLF કેમેલીયાસ સોસાયટીમાં વેચાયેલા એક એપાર્ટમેન્ટની, જેની ડીલ 190 કરોડ રૂપિયામાં થઈ છે. આ સાથે તે દેશનું સૌથી મોંઘું પેન્ટહાઉસ બની ગયું છે.

પ્રતિ વર્ગ ફૂટ કિંમત ઉડાવી દેશે હોશ 
ભારતમાં અત્યાર સુધીમાં કોઈપણ હાઈ રાઈઝ ઈમારતમાં વેચાયેલા તમામ ફ્લેટ અથવા એપાર્ટમેન્ટ્સમાં, આ ચોરસ ફૂટ દીઠ સૌથી વધુ કિંમત ધરાવે છે. સુપર એરિયા પ્રમાણે તેની કિંમત 1.2 લાખ રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ નક્કી કરવામાં આવી હતી, જ્યારે કાર્પેટ એરિયા માટે 1.8 લાખ રૂપિયા પ્રતિ ચોરસ ફૂટના દરે સોદો કરવામાં આવ્યો હતો.

કોણે ખરીદી આ પ્રૉપર્ટી 
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, 16,290 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલી આ આખી પ્રૉપર્ટી સૉફ્ટવેર કંપની ઈન્ફો-એક્સ પ્રાઈવેટ લિમિટેડે તેના ડાયરેક્ટર ઋષિ પાર્ટી દ્વારા ખરીદી છે. જો કે, સોસાયટીએ હજુ સુધી આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી. રિયલ એસ્ટેટ કંપનીઓના ડેટા એનાલિટિક્સ નિષ્ણાતો આને ભારતના સૌથી મોટા રિયલ એસ્ટેટ સોદાઓમાંના એક તરીકે માની રહ્યા છે. તમને જણાવી દઈએ કે, આ ડીલ 2 ડિસેમ્બરે રજીસ્ટર થઈ હતી.

આ 6 BHK પેન્ટહાઉસનો બિલ્ટ-અપ એરિયા 11 હજારથી 16 હજાર 500 ચોરસ ફૂટ સુધીનો છે. તેમાં દરેક માસ્ટર બેડરૂમ જેવી સુવિધાઓ છે જેમાં અલગ ડ્રેસિંગ એરિયા, વૉશરૂમ, લિવિંગ રૂમ અને ફ્રન્ટ બેડરૂમ ડેક છે. પેન્ટહાઉસમાં કામ કરતા કર્મચારીઓ માટે અલગથી રહેવાની વ્યવસ્થા પણ છે.

સોદાએ રિયલ એસ્ટેટ સેક્ટરને કર્યુ બૂસ્ટ 
DLF Camelias માં આ ડીલ રિયલ એસ્ટેટ સેક્ટરમાં લક્ઝરી એપાર્ટમેન્ટ્સની વધતી માંગ તરફ નિર્દેશ કરે છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા ઉપરાંત, આ સોદો ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ઉભરતા બજારની પણ આગાહી કરે છે.

આ પણ વાંચો

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!